મોરબી : મોરબીમાં આજે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. મોરબીમાં આજે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૨૮મી જન્મજયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા પણ નીકળી હતી. આ શોભાયાત્રા સ્ટેશન રોડ , સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, નહેરુગેટ ચોક, શાક માર્કેટ ચોક થઈને ગાંધી ચોક ખાતે વિરામ પામી હતી. આ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકોએ જોડાઈને જય ભીમના ગગનભેદી નારા પણ લગાવ્યા હતા.