મોરબી : મોરબીમા ચાર બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડી બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસે લાલપર નજીક પુનોચંદ્રદાસ વિજયદાસ અધિકારી ઉ.વ. ૪૦ને ચાર બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૧૨૦૦ સાથે પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.