મોરબી : ગોકુલના બાલા હનુમાન ધૂન મંડળ દ્વારા મેલડી માતાજીનો નવરંગી માંડવો તેમજ મારુતિ હવન, નવચંડી યજ્ઞ તથા પંચમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 18/4/19ને ગુરુવારે રાત્રે 8 કલાકે રાજકોટ વાળા કલાકાર ધર્મેશભાઈ રાવલ દ્વારા માંડવાનો કાર્યક્રમ યોજાશે. આ દરમ્યાન પંચમૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તારીખ 19 એપ્રિલ શુક્રવારના રોજ મારુતિ હવન તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સો ઓરડી, રામદેવપીરના મંદિર સામે આયોજિત આ ભવ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા રામજીભાઈ વાઘાણી, દશરથભાઈ તથા નંદલાલભાઈએ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.