મોરબી : 'યોગ ભગાડે રોગ' ઉક્તિને સાર્થક કરતા યોગની એક નિઃશુલ્ક શિબિરનું આયોજન રવિવારે શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે. શ્રી રામ યોગ કેન્દ્ર મોરબી દ્વારા આયોજિત આ નિઃશુલ્ક યોગ શિબિર 3 એસઆરબી યોગ પ્રણેતા એસ એન તાવરિયાજીના નેજા હેઠળ યોજાઈ રહી છે. જેમાં પોરબંદર વાળા રસિકભાઈ થાનકી માર્ગદર્શક છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ શિબિરમાં લયબદ્ધ શ્વસન દ્વારા સંપૂર્ણ શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની પદ્ધતિ શીખી શકે છે. તારીખ 14/4/2019ને રવિવારે સવારે 9 વાગ્યાથી પી.જી.પટેલ કોમર્સ કોલેજ, શનાળા રોડ ખાતે આયોજિત આ નિઃશુલ્ક શિબિરનો લાભ લેવા આયોજકો તરફથી નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news