મોરબી : તાલુકાના નારણકા ગામે શ્રી બહુચરાજી માતાજીના મંદિરે ૧૪મો વાર્ષિક પાટોત્સવ યોજાશે. જેમાં તા.૨૬ /૪/૨૦૧૯ને શુક્રવારે સાંજે ૫ કલાકે શોભાયાત્રા અને રાત્રે ૧૦ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૭ને શનિવારના રોજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે ૨ કલાકે બીડું હોમવામાં આવશે. એ અગાઉ ૧૧ કલાકે મહેમાનોને મહાપ્રસાદનો લાભ આપવામાં આવનાર છે. આ પાટોત્સવમાં યજ્ઞના દર્શન અને મહાપ્રસાદ લેવા સહ પરિવાર સાથે પધારવા યજમાન કરમશીભાઇ દેવજીભાઇ મેરજા તથા સમસ્ત મેરજા પરિવાર દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news