મોરબી : મોરબી, વાંકાનેર અને ટંકારામા આજે ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ અને જીઆરડીના જવાનો માટે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં ૫૧૩ જવાનોએ પોસ્ટલ બેલેટ વડે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ અને જીઆરડીના જવાનો માટે આજે મોરબી, વાંકાનેર અને ટંકારામા પોસ્ટલ બેલેટ વડે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં મોરબીમા ૩૧૨માંથી ૨૩૬ જવાનોએ, વાંકાનેરમાં ૨૫૬માંથી ૧૬૭ જવાનોએ જ્યારે ટંકારામા ૧૧૦ જવાનોએ મતદાન કર્યું હતું.