મોરબી : આગામી તારીખ 23ના રોજ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, આથી ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં જાહેર રાજાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત બંધારણના ધારાઓ અનુસાર મોરબીના શ્રમિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને એક દિવસની સવેતન રજા પણ આપવામાં આવશે. કારખાના ધારા, 1948 હેઠળ કારખાનામાં કામ કરતા શ્રમિકો તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ, 1996 અંતર્ગત નોંધણી થયેલ સંસ્થા પરના શ્રમિકો મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા, 1951ની કલમ-135(બી) મુજબ કારખાનામાં કામ કરતા શ્રમિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા અપાશે. આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે કોઈ પણ શ્રમિકનો પગાર કાપવામાં આવશે નહીં.જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવાનો સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનો સંભવ હોય તેવા કિસ્સામાં સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમિકો મતાધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે, અને જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરની જોગવાઇથી વિરુદ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news