ગુજરાત ભરની વિવિધ શાળાઓના 100 જેટલા આચાર્યોનું સન્માન કરાયું મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં કંઈક અનોખું કરવા માટે મોરબીની યુનિક સ્કૂલ જાણીતી છે. ત્યારે ફક્ત યુનિક સ્કૂલમાં મૂક રીતે પોતાની અવિરત સેવાનો લાભ સમાજને આપવાનો હોય એવા આચાર્યશ્રીઓને જવલ્લેજ પોતાની માટે કંઈક થાય અથવા કોઈ કરે એલી અનુકૂળતા મળતી હોય છે એવા સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલીવાર કંઈક અનોખું અને રાષ્ટ્રીય સ્તરનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જે અંતર્ગત યુનિક સ્કૂલ મોરબી એ યજમાન બની આ અવસરનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ ગ્રુપ અવંતિકા દિલ્હી દ્વારા ભારતના અલગ-અલગ ભાગોમાં કરવામાં આવે છે જે પૈકી આ વખતે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સન્માન 2018 19 નો ભવ્ય અને સફળ કાર્યક્રમ આપણા મોરબીમાં ગોઠવવામાં આવ્યો હતો જે અન્વયે દિલ્હીથી પધારેલા ડોક્ટર આનંદ અગ્રવાલ જી કે જેવો અવંતિકા ના નેશનલ ડિરેક્ટર છે એમની સાથે કિશોરસિંહ ચૌહાણ જે ઓ અવંતિકા ગુજરાત અને કર્ણાટક આના સ્ટેટ પ્રેસિડેન્ટ છે અને જે બેંગ્લોર થી પધારેલ હતા એમની સાથે મોરબીના સંપૂર્ણ કાર્યક્રમ નો કારભાર જેમના શીરે હતો એવા ડોક્ટર અમિત પટેલ કેજે સૌરાષ્ટ્ર ખાતેના અવંતિકાના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છે અને સામા કાંઠા વિસ્તારની યુનિક સ્કૂલ ના વર્તમાન આચાર્યશ્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે તેઓ હાજર હતા આ સન્માન કાર્યક્રમની ની વિશેષતા એ હતી કે તેમાં ફક્ત યોગ્યતા ચકાસીને એમનું ગૌરવ સન્માન કરવામાં આવ્યું હતું જેની અંદર એક પણ પૈસો લીધા વગર, કોઈપણ જાતની ફી અથવા વળતરની આશા રાખ્યા વગર એમની કામગીરી ની યોગ્યતા બદલ એમને પ્રોત્સાહન આપવા માટે આવા આચાર્યશ્રીઓ નું શિક્ષા ક્ષેત્રનું જે યોગદાન છે તેને બિરદાવવા માટે અને વધુ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય, વિદ્યાર્થીઓ નું સુંદર ઘડતર થાય એ આશાથી અને એ હેતુથી આ સન્માન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સમગ્ર ગુજરાત નહીં પરંતુ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર બંગાળ અને ગુજરાતના અમદાવાદ-વડોદરા વેરાવળ જામનગર રાજકોટ પોરબંદર ટંકારા હળવદ જેવા વિવિધ વિસ્તારના અને સમગ્ર મોરબીના આચાર્યશ્રીઓ મળીને કુલ સો જેટલા આચાર્યશ્રીઓ ના સન્માન કરવામાં આવ્યું. આ સંપૂર્ણ આયોજન ગુજરાતના અવંતિકાના ડીસ્ટ્રીક પ્રેસિડેન્ટ ડોક્ટર અમિત પટેલ કે જેઓ યુનિક સ્કૂલ ના વર્તમાન આચાર્ય ના પદ ઉપર છે એમની અથાક મહેનત તેમના સ્ટાફ ના સંકલન, મેનેજમેન્ટના શ્રી મહેશભાઈ સાદરીયા અને જયેશભાઈ કાલરીયા ના સહયોગ થી અને અવંતિકાના ડિરેક્ટર શ્રી ડોક્ટર આનંદ અગ્રવાલ ના પ્રોત્સાહન થી ભવ્ય રીતે પરિપૂર્ણ થયો હતો. વિશિષ્ટ રૂપરેખા અંતર્ગત મોરબી જીલ્લાના વાંકાનેર ના ડોક્ટર બાદી સાહેબ જેઓ gseb ના પુસ્તકો ના લેખક છે અન્ય બીજા સ્વામી વિજયાલક્ષ્મી કે જેઓનુ વિદ્યા ક્ષેત્રે ૪૦ થી પણ વધારે વર્ષનું યોગદાન છે, હાલ કોઇમ્બતુર, તમિલનાડુ ની અંદર ૭૦ વર્ષની ઉંમરે પણ પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા ભજવે છે, તેઓએ પણ વિશિષ્ટ હાજરી આપી અને સન્માન નું ગૌરવ વધાર્યું હતું આવા અન્ય 100 જેટલા આચાર્યશ્રીઓ નું સન્માન અવંતિકા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સન્માન 2018 19 દ્વારા મોરબી ખાતેની યુનિક સ્કૂલ માં ગોઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર સૌ કોઈનો ડો. અમિત પટેલ સાહેબે સવિનય આભાર માન્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news