પરણીતાએ પાંચ શખ્સો સામે મારામારી કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા ગોકુલનગર વિસ્તરમાં ગઈકાલે પોલીસ ફરિયાદ કર્યાની શંકા રાખી પાંચ શખ્સોએ પરણીતા અને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિ પર હુમલો કર્યો હતો તેમજ બાઇકમાં તોડફોડ કરી હતી.આ બનાવ મામલે પરણીતાએ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ ગોકુલનગરની શેરી નંબર 22માં રહેતી મીનાબેન જ્યંતીભાઈ ડાભી ઉ.વ.30 નામની પરણીતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ટીનાભાઈ જીવણભાઈ બોરીચા, ભાવેશભાઈ હરિભાઈ બારોટ, ધવલભાઈ જીજ્ઞેશભાઈ બારોટ અને બે અજાણ્યા શખ્સોએ ફરિયાદ નોંધાવી હતી કે,તેઓ ગઈકાલે પોતાના મકાન પાસે હતા.ત્યારે આ આરોપીઓ ત્યાં આવ્યા હતા અને આરોપીઓ સામે અગાઉ કોઈએ ફરિયાદ નોંધાવી હોય તેની શંકા તેમના પતિ પર કરી બન્નેને ગાળો આપી પરિણીતા અને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિને ધોકા પાઇપ સહિતના હથિયારો વડે માર માર્યો હતો.તેમજ તેમના પતિના બાઇકમાં તોડફોડ કરી હતી.આ અંગેની પરણીતાની ફરિયાદ નોંધીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news