ટંકારા : નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી દરમ્યાન ટંકારા, મોરબી, ધ્રોલ, પડધરી સહિતના ૧૪ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ એક આરોપીનો ટંકારા પોલીસે મધ્યપ્રદેશની જેલમાંથી કબ્જો મેળવ્યો હતો. ટંકારા પોલીસ સ્ટેશનમાં 2009ની સાલમાં આઈપીસી કલમ 457, 380, 114 મુજબ ચોરીના કામના આરોપી નારું ઉર્ફે નરવતસિંગ હાકમસિંગ વાસકલા, રહે. અલગારી ખાડા ફળિયું, તા.જોબટ, જી. અલી રાજપુર, મધ્યપ્રદેશ, ટંકારાની એક ચોરીના ગુન્હામાં પાછલા દસ વરસથી નાસતો ફરતો હોય એ આરોપીનો એમ.પીની આગર માલવા જેલમાંથી કબ્જો મેળવી તેની અટક કરી ટંકારા લાવવામાં આવ્યો છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, પો.હેડ.કોન્સ. પી.જે.પરમાર, પો.કોન્સ. સી.ડી.ક્લોતરા તથા વિક્રમભાઈ કુગસિયા રોકાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news