અકસ્માતોને ટાળવા વાવડી ચોકડીએ સર્કલ બનાવવું જરૂરી મોરબી : મોરબીની વાવડી ચોડકીએ દરરોજ ભારેખમ ટ્રાફિક રહેતો હોવાને કારણે ટ્રાફિકજામ અને અવારનવાર અકસ્માતો સર્જાઈ છે.ત્યારે વાવડી ચોકડીએ ટ્રાફિકને અંકુશમાં રાખવા અને અકસ્માતો ટાળવા માટે ત્યાં સર્કલ બનાવવાની સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે. મોરબીની વાવડી ચોકડીએથી હાઇવે પસાર થાય છે અને એક માર્ગ વાવડી ગામ તરફ અને બીજો માર્ગ મોરબી સીટી તરફ ફંટાઈ છે.આ વાવડી ચોકડી 24 કલાક સતત વાહનોથી ધમધમતી રહે છે.અને ભારેખમ વાહનો પણ અતિશય ધસારો રહે છે.જેના કારણે વાવડી ચોકડીએ સામસામુ વાહનોનું આક્રમણ રહે છે.જેથી અવારનવાર નાના મોટા અકસ્માતોના બનાવો બને છે.તેથી આ વિસ્તારના લોકોની લાંબા સમયથી વાવડી ચોકડીએ સર્કલ બનાવવાની માંગ છે.સ્થાનિક લોકોએ એવી માંગ કરી છે કે જો વાવડી ચોકડી સર્કલ બનાવવામાં આવે તો ભારેખમ ટ્રાફિકમાં પણ અંકુશ આવી જાય અને અકસ્માતોના બનાવો પણ ટાળી શકાય એમ છે.તેથી જવાબદાર તંત્ર આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news