મોરબી : મોરબીના સામાજીક અગ્રણી નિર્મિત કક્કડે લોકસભાની ચુંટણીની આચાર સંહીતા પૂર્ણ થયા બાદ શહેરના વિવિધ રાજમાર્ગો પૂન: બનાવવા મોરબી નગરપાલીકાના પ્રમુખને લેખીત રજુઆત કરી છે. રજુઆતમાં એમણે જણાવ્યુ છે કે મોરબી શહેરના વિવિધ રાજમાર્ગો ખખડધજ હાલતમાં છે. જેના પરિણામ સ્વરૂપે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ખાડા ખબડા વાળા માર્ગોને કારણે ટ્રાફીકની સમસ્યા પણ વિકરાળ બની છે. આથી લોકસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ, ચિત્રકુટ ટોકીઝથી કલેક્ટર બંગલા સુધી, એચ.ડી.એફ.સી. બેંકથી શક્તિ પ્લોટ મેઈન રોડ, રવાપર રોડ, ગાંધી ચોક સર્કલથી વિજય ટોકીઝ - નવાડેલા રોડના ખુણા સુધીના ઉપરોક્ત રાજમાર્ગોનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે રજુઆત કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news