મોરબી : મોરબીમાં તારીખ 10ને બુધવારે સાંજે 7:30 વાગ્યે દશાશ્રીમાળી વણિક ભોજનશાળા, જુના બસસ્ટેન્ડ પાસે ભાજપ દ્વારા કાર્યકર્તા મહાસંમેલન કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા, મંત્રી મનસુખભાઇ માંડવીયા, મંત્રી વાસણભાઈ આહીર, પ્રભારી બિપીનભાઈ દવે, ઇન્ચાર્જ દિલીપભાઈ ત્રિવેદી તથા સહ-ઇન્ચાર્જ કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે કાર્યકર્તાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news