મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજે ટ્રેનની ઠોકરે એક યુવાનનું મોત થયું છે. દીપ મનહરભાઈ બાવરવા નામનો યુવાન ભડિયાદ ફાટક પાસે સામે કાંઠે ફેક્ટરીએ જવા નીકળ્યો હતો ત્યારે સવારે નવ વાગ્યાની આસપાસ મોરબીથી વાંકાનેર જતી માલગાડીની ઠોકરે ચડી જતા તેના શરીરના ટુકડા થઈ ગયા હતા. બનાવ સ્થળ નજીકથી એક બાઈક પણ રેઢું મળી આવ્યું છે. જે મૃતક યુવાનનું હોય તેવી માહિતી સ્થાનિક કક્ષાએથી મળી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃત્યુ પામનાર યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news