મોરબી :મોરબીમાં લોકસભાની ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાઈ તેવા આશય સાથે ઇન્ડિયન લાયન્સ કબલ અને ઓમ શાંતિ વિદ્યાલય દ્વારા આગામી તા. ૮ને સોમવારના રોજ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સવારે ૧૦:૩૦ કલાકે નહેરુગેટ ચોકથી શરૂ થશે. બાદમા રેલી શાક માર્કેટ, ટાઉનહોલ થઈ શનાળા રોડ, ઉપરથી સરદાર બાગ પાસે ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે. આ રેલીમાં જોડાવા ઇન્ડિયન લાયન્સ કલબના સેક્રેટરી ભાવેશભાઈ દોશી, પ્રોજેકટ ચેરમેન વિરડીયા અને પ્રમુખ હર્ષદભાઈ ગામીએ જાહેર અનુરોધ કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news