ટંકારા : રાજકોટ- મોરબી રોડ પર મિતાણા પાસે સીએનજી રિક્ષા પલટી મારી જતા બે ને ઈજા પહોંચી હતી. જેમાં એક ની હાલત ગંભીર જણાતા એક સમાજ સેવકે તેની ગાડીમા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયા હતા. ટંકારાના મિતાણા પાસે આજે સવારના સુમારે સીએનજી રિક્ષા પલટી ખાઈ જતા રીક્ષામા સવાર ડાયાભાઈ પારધી રહે..મિતાણા અને માવજીબાપા મેરા રહે.ગણેશપર વાળાને ઈજા પહોંચી હતી ત્યારે ત્યાથી પસાર થતા સેવાભાવી બિપીનભાઈ પ્રજાપતિએ તાત્કાલિક તેઓની ગાડીમા બેસાડી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. હોસ્પિટલમાં ડો. ચિખલિયાએ પ્રાથમિક સારવાર આપી હતી જેમા માવજીબાપાની હાલત ગંભીર હોય તેઓને રાજકોટ ખસેડયા હોવાનુ જાણવા મળ્યું છે આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news