મોરબી : મોરબીની ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે આગામી આજે શનિવારથી બે બે દિવસ કેન્સર નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત વિક્રમભાઈ સંધવી સેવા આપશે. નવા ડેલા રોડ ઉપર આવેલી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા પરિવાર આયોજિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી -૩ ખાતે આજે શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યે તથા આવતીકાલે રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યે કેન્સરના દર્દીઓ માટે દાતા અર્પણાબેન આર. શાહના સહયોગથી વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્સર નિષ્ણાત ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓનું નિદાન તથા યોગ્ય તપાસ કરશે.આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડો. ધીમંતભાઈ દવેનો અગાઉથી સંપર્ક સાધવાનો રહેશે. દર્દીઓએ પોતાના કેશ પેપર્સ સાથે લઈ આવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વી. શાહની યાદીમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news