લોકસભાની ચૂંટણી ટાણે નાગરિકોને સલામતીની ખાત્રી થાય એ માટે યોજાઈ ફ્લેગ માર્ચ ટંકારા : લોકસભા ચૂંટણીને લઈ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે શનિવારે ટંકારા પો.સ્ટેના ફોજદાર એ.બી.જાડેજાની અધ્યક્ષતામાં એસ.આર.પીની એક બટાલિયનના હેડ તેમજ 85 જવાનો સહિતનાં ટંકારા પોલીસ સ્ટાફ સાથે ટંકારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી. આ ઉપરાંત પંથકના વિરપર, લજાઈ, ધુવનગર, મિતાણા, પ્રભુનગર, જબલપુર, સરાયા, સાવડી અને ઓટાળા સહિતના ગામડાઓમાં પણ ફ્લેગ માર્ચ યોજાનાર છે. આગામી દિવસોમાં ચુંટણી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એ માટે આ ફ્લેગ માર્ચ યોજાતી હોય છે. ફ્લેગ માર્ચ નીકળતા સ્થાનિકો માર્ચ જોવા કતારબંધ ઉભા રહી ગયા હતા. શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ ઉભું કરી લોકોમાં કાયદા પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવા ફ્લેગમાર્ચ મહત્વની સાબિત થાય છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news