મોરબી : મોરબીના યમુનાનગરમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના યમુનાનગરમા રહેતા દિપુબેન લખધીરભાઈ તુવાર ઉ.વ. ૨૫ આજે પોતાના ઘરે હતા. તે દરમિયાન તેઓએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાત પાછળનું કારણ શોધવા અર્થે તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news