મોરબી: મોરબીના વિદ્યોત્તેજક મંડળ દ્વારા સંચાલિત દોશી એમ.એસ. તથા ડાભી એન.આર. હાઈસ્કૂલના જાહેર પરીક્ષાના પરિણામો સારા આવતા તથા સ્ટાફ અને કર્મચારીઓએ વર્ષ દરમિયાન ખંત અને નિષ્ઠાથી કાર્ય કરતા તેમની કામગીરીને બિરદાવવા માટે શાળાના આચાર્ય ડો. અનિલભાઈ મહેતા તથા સ્ટાફના સભ્યોનું જાહેરમાં સન્માન કરવા માટે તારીખ 7ને રવિવારે સવારે 10:00 કલાકે મંડળ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય શૈલેષભાઇ વોરા તથા જાણીતા ઉદ્યોગપતિ હનુભા જાડેજા અને અતિથિ વિશેષ ગણેશભાઈ ડાભી(દાતા) અને ભાવેશભાઈ કંઝારિયા(દાતા)છે. આ સમારોહ દોશી એમ.એસ. તથા ડાભી એન.આર. હાઈસ્કૂલ, મહાવીરનગર, પંચાસર ચોકડી પાસે, બાયપાસ, મોરબી ખાતે યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે મંડળના પ્રમુખ ગોકળદાસભાઈ પરમાર, મંત્રી હસમુખભાઈ દોશી તથા ઉપપ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news