જપ્ત થયેલા કોમ્પ્યુટર અને લેપટોપને ગાંધીનગર ખાતે એફ એસ એલમાં મોકલ્યા મોરબી : મોરબીના ચકચારી કરોડના જીએસટી ચોરી કૌભાંડમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન એસ.ઓ.જી. ટીમે એક કોમ્પ્યુટર અને બે લેપટોપ કબજે લીધા છે તો અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિમાન્ડ દરમિયાન એસ.ઓ.જી. ટીમે તમામ આઠ આરોપીના ઘરની જડતી લેતા હાર્દિકના ઘેરથી એક કોમ્પ્યુટર તથા વિપુલ અને રવિની ઓફિસમાંથી બે લેપટોપ કબજે લીધા છે. જેને ગાંધીનગર ખાતેની એફ.એસ.એલની કચેરીએ વધુ તપાસ માટે મોકલાયા છે. આ ઉપરાંત જીએસટી ચોરી કોભાંડમાં અવિનાશ પટેલ નામના શખ્શની સંડોવણી હોવાનું ખુલ્યું છે. જેને ઝડપી લેવા એસ.ઓ.જી. ટીમે કવાયત હાથ ધરી છે. ૧૬ બોગસ સિરામિક કંપની ઉભી કર્રીને બોગસ ડોક્યુમેન્ટને આધારે જીએસટી નંબર મેળવીને ૩૮૫૨ ઈ વે બીલ બનાવી રૂપિયા. ૧૭,૭૬,૬૦,૫૫૬ નો કુલ વેરો નહિ ભરીને સરકાર સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદને પગલે એસ.ઓ.જી. ટીમે આરોપી મુસ્તાક અકબર જામ (ઉ.વ.૨૮) રહે માળિયા, ગુલામરસુલ હૈદર જામ (ઉ.વ.૨૮) રહે માળિયા, કિશન જશાભાઈ કાનગડ (ઉ.વ.૨૬) રહે જશાપર તા. માળિયા, હાર્દિક પ્રફુલભાઈ કટારીયા (ઉ.વ.૨૯) રહે બોનીપાર્ક મોરબી, રવિ દિલીપભાઈ ઓઝા (ઉ.વ.૩૦) રહે મોરબી, વિપુલ ધનજીભાઈ ફૂલતરીયા (ઉ.વ.૩૪) રહે મોરબી, દર્શિત પ્રવીણભાઈ મેવાડા (ઉ.વ.૨૨) રહે મોરબી, અને ધર્મેન્દ્ર દિલીપભાઈ અજાણા (ઉ.વ.૨૫) રહે ઘુનડા સજ્જનપર તા મોરબી વાળાને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કરતા છ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન હજુ વધુ શખ્સોની સંડોવણી ખુલી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news