ફટાકડાનું તણખુ પડતા આગ લાગી હોવાનું તારણ : ગ્રીન ચોકના યુવકોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો મોરબી : મોરબીના ગ્રીનચોક ટાવર પર આજે રાતના સમયે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ આગ ફટાકડાનું તણલુ પડવાના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ગ્રીન ચોકના યુવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. મોરબીના ગ્રીનચોક ટાવરમા આજે રાતના સમયે ફટાકડાનું તણખુ પડવાના કારણે આગ લાગી હતી. જો કે સ્થાનિક ટીનુભા સહિતનાએ આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કરી દઈને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈને પાણી મારો ચલાવ્યો હતો. જો કે ફાયરબ્રિગેડ પાસે ઉપર સુધી પાણી પોહચડવાની સુવિધા ના હોવાથી સ્થાનિક યુવાનોએ મહામહેનતે પાણીની ડૉલો ભરીને આગ પર કાબુ મેળવી વધુ નુકશાની અટકાવી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.