સિંધુ ભવન ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયો મોરબી : મોરબીમાં આજે ઝૂલેલાલ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉમટયા હતા. મોરબીમાં ધાર્મિક ઉત્સવ સમિતિ અને સમગ્ર સિંધી સમાજના સહયોગથી આજે ઝૂલેલાલ પ્રભુના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ભાવભેર જોડાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news