ટંકારા: ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળાના આચાર્ય જસમતભાઈ ભેસદડીયાને ગઈકાલે હળવદ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ.આઈ. જોશીના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રશસ્તિપત્ર મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખની શાળા મુલાકાત દરમિયાન જોવા મળેલ શિક્ષણક્ષેત્રે તેમની પ્રશંસનીય કામગીરી બદલ તેમની કર્મનિષ્ઠા અને કાર્યશીલતાને આધારે આપવામાં આવ્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ ટંકારા બી.આર.સી. કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર દ્વારા શાળા પરિવાર તેમજ ટંકારા તાલુકા શિક્ષણ પરિવારનું ગૌરવ વધારવા માટે તેમજ તેમની આ સિદ્ધિ અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news