મોરબી : મોરબીના દલિતવાસ નજીક રહેણાંક મકાનમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગરમા આવેલ દલિતવાસ પાછળ કાલીન્દ્રી નદી પાસે રહેતા સુનિલ ગણપતભાઈ હળવદીયા ઉ.વ. ૨૦એ પોતાના ઘરે જ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે બી ડીવીઝન પોલીસે નોંધ કરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news