મોરબી : મોરબી સહિત રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ (ભુજ) તથા જામનગર જિલ્લામાંથી બાર મહિના માટે તડીપાર થયેલી મહિલા બુટલેગરને દેશી દારૂના જથ્થા સાથે મોરબી સીટી. બી ડિવિઝનના સ્ટાફે ઝડપી પાડી છે. પો.હેડ.કોન્સ. પરેશભાઈ પરમાર તથા કિશોરદાન ગઢવીને ખાનગી માહિતી મળી હતી કે જિલ્લાની તડીપાર મહિલા બુટલેગર ચોક્કસ જગ્યાએ દારૂના જથ્થા સાથે જોવા મળેલ છે. બાતમીની ખરાઈ કરતા મજકુર મહિલા બુટલેગર સોનલ અબ્બાસભાઈ કટિયા ઉં.વ.32 , રહે. માળીયા વનાણીયા સોસા. સો ઓરડી વિસ્તારમાં અન્ય એક શખ્સ સુલતાન રસુલભાઈ કટિયા ઉં.વ.25, રહે. માળીયા, વસિલા હોટલ પાછળ સાથે મળી આવેલ. બન્નેના કબજામાંથી 900 લીટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂ. 18000 મળી આવતા પ્રોહીબિશન તેમજ તડીપારના હુકમનો ભંગ કરવાના કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં મોરબી સીટી.બી.ડીવીના પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, પો.કોન્સ. અંબાપ્રતાપસિંહ જાડેજા, ભાનુભાઈ બાલાસરા, વનરાજભાઈ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, રમેશભાઈ મિયાત્રા અને ભગીરથભાઈ લોખીલ સહિતનાઓ રોકાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news