મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક બાઈકચાલકે રોડ ક્રોસ કરતા વૃધ્ધને હડફેટે લેતા તેઓનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે લાભુભાઈ સોલંકી નામના વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે વેળાએ જીજે ૩૬ ૪૩૪૨ નંબરના બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પુત્ર બેચરભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇકચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news