મોરબી : ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવ આકાશમાંથી સતત અગન લુ વરસાવી રહ્યા છે. અને ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં મોરબી જીલ્લાના નાગરિકોને સનસ્ટ્રોક (લુ) થી બચવા માટેની માર્ગદર્શિકા આરોગ્ય તંત્રએ જાહેર કરી છે મોરબી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેમાં ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો માથું ઢંકાય તેમ ઉપયોગ કરવો. ઘરની બહાર જવાનું થાય તો આખું શરીર ઢાંકવું અને માથું ખુલ્લું ના રહે તેની કાળજી લેવી. સીધા સૂર્યપ્રકાશથી બચવું અને દિવસ દરમિયાન ઝાડ નીચે ઠંડક અને છાયામાં રહેવું. દીવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, પ્રવાહી પીવું શક્ય હોય તો લીંબુ સરબત પીવું. ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું અને જરૂર જણાયે અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો અને અશક્ત તેમજ બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. વગેરે સૂચનો આપવામાં આવી છે આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news