મોરબી : મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ તેમને મળેલ સત્તાની રુએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૦-૪-૨૦૧૯ સુધી હથિયાર બંધી ફરમાવેલ છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવા પર, ઘકેલવા પર અથવા સાધનો લઈ જવા પર કે એકઠા કરવા પર અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની ચેષ્ટા કરવા પર કે જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવા પર તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા પર તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા કે બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યકિત કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય તેને અથવા વૃધ્ધો તથા અશકતો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય તેમને અથવા સક્ષમ સતાધિકારીતરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યકિતઓને લાગુ પડશે નહી. આ જાહેરનામાંનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news