રાજકોટમાં ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકોને શિક્ષણ આપતા જીતુભાઈ સાથે આજે મોરબી રેડિયો પર સીધો સંવાદ મોરબી : મોરબી રેડિયો પર આજે રાત્રે આવો વ્હાલા મહેમાનો કર્યક્રમ હેઠળ જાણીતા શિક્ષણપ્રેમી જીતુભાઈ વિશ્વનીડમ મહેમાન બનશે.રાજકોટમાં ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન આપવા માટે જીવન સમર્પિત કરી દેનાર આ જીતુભાઇ સાથે મોરબી રેડિયો સાથે સીધો સંવાદ થશે અને તેમના જીવનની રસપ્રદ વાતો સાંભળવા મળશે . મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલા મોરબી રેડિયો પર વિવિધ ક્ષેત્રના મુઠ્ઠી ઉંચેરા માનવીઓ વિશે શહેરીજનો માહિતગાર થાય તેવા હેતુથી દરરોજ રાત્રે 9 થી10 દરમ્યાન આવો વ્હાલા મહેમાનોનો કાર્યક્રમ શરૂ કરાયો છે.જેમાં આ કાર્યક્રમ હેઠળ આજે રાત્રે 9 વાગ્યે મોરબી રેડીયોમાં શિક્ષણપ્રેમી જીતુભાઇ વિશ્વનિડમ મહેમાન બનશે.જીતુભાઇએ ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા માટે રીતસર સેવાનો ભેખ ધારણ કર્યો છે.જોકે તેમના જીવનની રસપ્રદ બાબત એ છે કે,તેઓએ પાંચ વર્ષ સુધી સન્યાસી બન્યા હતા.બાદમાં મહાત્મા ગાંધીજીના પુસ્તકોનું ગહન ચિંતન કર્યું હતું.જેનાથી તેમને જીવનનો મૂળ આધાર શિક્ષા હોવાનું સમજાયું હતું.ખાસ કરીને ગરીબી દૂર કરવા માટે શિક્ષણ અકસીર ઉપાય હોવાનું ગાંધીજીના વિચારોમાંથી તેમને બોધપાઠ મળ્યો હતો આથી તેઓ ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે પ્રેરાયા હતા અને રાજકોટની ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કયું હતું.હાલ તેમની 22 લોકોની ટીમ ઝૂંપટ્ટપટ્ટીના ગરીબ બાળકોને નિયમિત અક્ષરજ્ઞાન આપે છે.તેમજ બાળકોએ બનાવેલી કાગળની વિવિધ પ્રકારની વસ્તુઓ બજારમાં વેચીને તેમાંથી જે કાંઈ આવક થાય તે અવકથી ગરીબ બાળકોને પ્રવાસ કરાવે છે જેમાં ઝારખડ, કાશ્મીર સહિતના રાજ્યોમાં પ્લેન મારફત બાળકોને પ્રવાસ કરાવીને ભારતભરના આ સ્થળોના મહત્વ અને ઇતિહાસની રોચક માહિતી આપશે ત્યારે આવા શિક્ષણવીદ આજે મોરબી રેડીયોના મહેમાન બનશે.જેમાં તેમના જીવનની ઘણી બધી જાણી અજાણી રસપ્રદ વાતો જાણવા મળશે તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહિ. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news