ટંકારા : ટંકારાના હડમતિયા ગામે ટીવીની છત્રી ડગાવવા મામલે કાકા પર ભત્રીજાએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલા નવા પ્લોટમાં રહેતા અશોકભાઈ જીવરાજભાઈ ખાખરીયા ઉ.વ.32 ગતતા 29 માર્ચના રોજ તેમના પત્ની સાથે ઘરે હાજર હતા.તે સમયે તેમનો ભત્રીજો નીતિન જગદીશભાઈ ખાખરીયાએ તેમના ઘરે જઈને તમે અમારી છત્રી કેમ ડગાવી તેમ કહ્યુ હતું આથી તેમણે છત્રીને અમે અડકયા પણ નથી તેવું કહેતા ભત્રીજો ગાળો બોલવા લાગતા કાકાએ અટકવવાની કોશિશ કરતા વધુ ઉશ્કેરાયો હતો અને કાકા પર છરીથી હુમલો કર્યો હતો.બાદમાં તેમણે ભત્રીજા વિરુદ્ધ આ બાબતે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news