એનજીટીએ બનાવેલી હાઈકોર્ટના નિવૃત જજની કમિટીએ એક્શનમાં આવી સીરામીક એકમોની સર્વેની કામગીરી હાથ ધરી મોરબી : મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા કોલગેસ પર એનજીટીએ પ્રતિબંધ ફરમાવી દીધા બાદ સીરામીક ઉધોગકારોએ અગાઉ ફેલાવેલા પ્રદુષણની તપાસ માટે સર્વે હાથ ધરાયો છે.એનજીટીએ બનાવેલી હાઇકોર્ટેના નિવૃત જજના વડપણ હેઠળની કમિટીએ મોરબીના સીરામીક એકમોમાં પ્રદુષણ અંગે સર્વેની કામગીરી હાથ ધરી છે અને આ કમિટીની સીરામીક એસોની મીટીંગમાં સીરામીક ઉધોગને નેચરલ ગેસનો વિકલ્પ મળે તેવી રજૂઆત કરાઈ હતી. મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા કોલગેસ પર પ્રીતિબંધ લાદી દેવાયા બાદ આ એન.જી.ટી.ના ચૂકાદાનું પાલન થાય છે કેમ તે જાણવા માટે વારંવાર ગાંધીનગરની જીપીસીબીની ટીમો દ્વારા સીરામીક ઉધોગમાં કડકપણે ચેકિંગ હાથ ધરાઈ છે.જોકે એનજીટીએ કોલગેસ પર પ્રતિબંધ લાદી દીધા બાદ મોરબીના ઘણા ખરા સીરામીક એકમોએ કોલગેસ વાપરવાનું બંધ કરી દીધું હતું અને લગભગ કોલગેસ આધારિત તમામ સીરામીક કંપનીઓમાં કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. કોલગેસ વાપરતા સીરામીક એકમોએ અગાઉ કેટલું પ્રદુષણ ફેલાવ્યુ છે તે જાણવા માટે એનજીટી દ્વારા હાઈકોર્ટના નિવૃત જજના વડપણ હેઠળ કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીએ મોરબીના સીરામીક એકમો દ્વારા ફેલાવેલા પ્રદુષણ અંગે તપાસ કરવા સર્વેની કામગીરી હાથ ધરી છે. કમિટીને એક માસમાં સર્વે પૂરો કરી દેવાની સૂચના અપાઈ છે. સીરામીક એકમોમાં સર્વે દરમ્યાન આ કમિટીએ સોલિડ વેસ્ટનો નિકાલ અને એર પોલ્યુશન સહિતની વિગતો મેળવી હોવાનું જાણવા મળે છે.તેમજ આ કમિટીએ સીરામીક એસો.ના હોદેદારો સાથે પણ મીટીંગ યોજી હતી.જેમાં સીરામીક એસો.એ કમિટીના હેડ સમક્ષ સીરામીક ઉધોગને નેચરલ ગેસનો વિકલ્પ આપવાની રજુઆત કરી હતી. આ અંગે મોરબી જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે,એનજીટીએ ચુકાદો આપ્યા બાદ મોરબીના સીરામીક એકમોમાં હાલ કોલગેસ બધ છે.પરંતુ સીરામીક ઉધોગકારોએ પ્રતિબંધ પહેલા કોલગેસનું જે પ્રદુષણ ફેલાવ્યું હતું.તેની તપાસ માટે હાઇકોર્ટના નિવૃત જજની કમિટી મોરબીના સીરામીક એકમોમાં સર્વે કરી રહી છે.જે જે સીરામીક એકમોમાં અગાઉ કોલગેસનું પ્રદુષણ ફેલાવ્યું હોય તેની ગહન તપાસ કરાઈ રહી છે.આ તપાસ પૂર્ણ થયા બાદ કમિટી જે નક્કી કરે તે મુજબ કાર્યવાહી થશે.તેમ તેમણે જણાવ્યું હતું. આ અંગે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું કે એનજીટીના આદેશને પગલે જીપીસીબીએ જે સમયગાળો આપ્યો હતો તે પ્રમાણે નિયત સમયમાં મોરબીમા જે સીરામીક એકમો કોલગેસીફાયરનો ઉપયોગ કરતા હતા તે તમામે કોલગેસીફાયર બંધ કરી દીધા છે. હાલ ઘણા એકમોએ નેચરલ ગેસનો ઉપયોગ શરૂ કરી દીધો છે. કોલગેસીફાયર બંધ થવાથી હાલ અંદાજે ૪૫૦ જેટલા એકમો બંધ છે. જે થોડા દિવસોમાં જરૂરી કાર્યવાહી કરીને નેચરલ ગેસ મેળવી ચાલુ કરી દેવામાં આવનાર છે. વધુમાં તેઓએ જણાવ્યું કે જીપીસીબીની ટિમો તેમજ ગાંધીનગરના અધિકારીની ટીમોએ મોરબીમાં ચેકીંગ પણ હાથ ધર્યું હતું. જેમાં એક પણ સીરામીક એકમમાં કોલગેસીફાયર ચાલુ હોવાનું ધ્યાને આવ્યું નથી. હાલ હાઇકોર્ટના નિવૃત જજની કમિટીએ મોરબીના સીરામીક એકમોમાં સર્વે શરૂ કર્યો છે. જેમાં સીરામીક એકમો કેટલા પ્રમાણમાં ક્યારથી કોલગેસનો ઉપયોગ કરતા તે સહિતના મુદ્દાઓ તપાસવામાં આવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news