મોરબી : સિરામિક ઉદ્યોગ થકી વિશ્વમાં મોરબીની આગવી ઓળખ ઉભી થઇ છે અને કોઈને કોઈ બાબતમાં મોરબી હમેશા ચર્ચામાં રહે છે ત્યારે આગામી દિવસોમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ પીએમ મોદીમાં મોરબીનું સિમ્પોલો સિરામિક ગ્રુપે આ ફિલ્મમાં સહયોગી બની મોરબીને ગૌરવ અપાવ્યું છે. આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં કોણ હારશે કોણ જીતશે તેના કરતા પણ લોકોમાં જેની વધુ ચર્ચા થઈ રહી છે તેવી વિવેક ઓબેરોય અભિનીત ફિલ્મ પીએમ મોદી આગામી દિવસોમાં રિલીઝ થનાર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કવન ઉપર આધારિત આ ફિલ્મ નિર્માણમાં મોરબીના વિખ્યાત સિમ્પોલો સીરામીક ગ્રુપને સહયોગી બનવાનું ગૌરવ પ્રાપ્ત થતા સિરામિક ઉદ્યોગ ગર્વ લઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સિમ્પોલો સિરામિક ગ્રુપ ફિલ્મ પીએમ મોદીમાં સહયોગી બનતા અભિનેતા વિવેક ઓબેરોય દ્વારા ખાસ ડાયલોગ સાથેની વિડીયો કલીપ પણ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news