જલ્લા સો અલ્લાહના સૂત્રને સાર્થક કરતુ જલારામ મંદિર મોરબી: હાજીપીરની પદયાત્રાનો પ્રારંભ થતા જ મોરબી સ્થિત જલારામ મંદિર દ્વારા હાજીપીર જતા પદયાત્રીઓઆ માટે સેવા કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત થઇ ચુકી છે. આ કૅમ્પ ગીરીશભાઈ ઘેલાણી, ભગવાનજીભાઈ પટેલ(ગુરુકૃપા હોટેલ), કિશોરભાઈ ચંડીભમ્મર, જીતુભાઇ પૂજારા સહિતના અગ્રણીઓની આગેવાની હેઠળ શરુ કરવામાં આવ્યો। મોરબીનુ જલારામ પ્રાર્થના મંદિર વર્ષોથી દર વર્ષે હાજીપીર જતા પદયાત્રીઓ માટે કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચા-પાણી, નાસ્તો, ઠંડા પીણાં, ભોજન તથા મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા હરતા ફરતા કૅમ્પનું આયોજન એમાં આવ્યું છે, જેથી દરેક પદયાત્રીઓને તેનો લાભ મળી રહે. મોરબીના આ મંદિર દ્વારા શબવાહિની સેવા, અંતિમયાત્રા બસ, દરરોજ સાંજે પ્રસાદ, દર ઉવારે મહાપ્રસાદ, બિન વારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામુહિક અસ્થિ વિસર્જન, બ્લડ ડોનેશન જેવી માનવસેવા નાત જાતના ભેદભાવ વિના કરવામાં આવે છે. પ્રતિવર્ષ મા આશાપુરાની પદયાત્રા તથા માટેલ ચોટીલાની પદયાત્રા તેમજ હાજીપીરની પદયાત્રા દરમિયાન સેવા કૅમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે ભાવિનભાઈ ઘેલાણી(કાઉન્સિલર-મો. ન. પા.), ફારૂકભાઈ મોટલાણી(કાઉન્સિલર- મો. ન. પા), હિતેશ જાની, ફિરોઝભાઈ, કાળુભાઇ પટેલ(જેપુર), પોલાભાઈ પટેલ(બગથળા) તથા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ જહેમત ઉઠાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news