મોરબી : મોરબીમાં અયોધ્યાપુરી મેઈન રોડ પર જુગાર રમતા ચર શખ્સોને એ ડિવિઝન પોલીસે રૂ. ૧૦, ૨૬૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે અયોધ્યાપુરી મેઈન રોડ પર કોહિનૂર પાનની સામેની શેરીમાં જુગાર રમતા ગોકળ વિશાલભાઈ ટોટા, રમેશ આપાભાઈ સિંધવ, અયુબખાન હમીદખાન પઠાણ અને અશોક ઠાકરશીભાઈ બારૈયાને રૂ. ૧૦,૨૬૦ની રોકડ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.