મોરબી: ધાર્મિક ઉત્સવ સમિતિ અને સિંધી સમાજના સહયોગથી તારીખ 6 અપ્રિલને શનિવારે ઝુલેલાલ પ્રભુના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તથા શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત શનિવારે સવારે સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે સવારે 11 વાગ્યે મહાઆરતી, બપોરે 12:30 કલાકે મહાપ્રસાદ તથા સાંજે 5 વાગ્યે શોભાયાત્રા નીકળશે. આ ધાર્મિક મહોત્સવનો સમસ્ત સિંધી સમાજે લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news