મોરબી : આવનારી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે અને એ અંગે લોકજાગૃતિ આવે તેવા હેતુસર મતદાન જાગૃતિ કાર્યક્રમો હાલ યોજાઈ રહ્યા છે. 'દેશનો મહા તહેવાર' , 'મારી તાકાત મારો મત', 'લોકતંત્ર હે હમસે, મતદાન કરે ગર્વ સે' જેવા વિવિધ પ્રચારાત્મક સૂત્રો દ્વારા મોરબી પ્રાથમિક અને માધ્યમિક શૈક્ષણિક અધિકારી દ્વારા મોરબીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મતદાન એ દેશના નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને મતદાન ફરજીયાતપણે દરેકે કરવું જ જોઈએ તે અંગે આ અભિયાનમાં સંદેશ આપવામાં આવ્યો હતો. વધુમાં વધુ લોકો મતદાન કરે અને એમની ફરજ નિભાવે તે સાચી અને સ્વસ્થ લોકશાહીની આવશ્યકતા છે. મતદાન જાગૃતિ અભિયાનના આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેકટર, મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી ગઢવી સાહેબ, ડી.પી.ઓ પારેખ સાહેબ તેમજ દીપસિંહ ગઢવી, મોરબી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનના હોદેદારો તથા અન્ય અધિકારીગણે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news