મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા વિસ્તારમાં રહેતી પરણીતાને જુના મનદુઃખ મામલે પાડોશી પરિવારે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાય છે.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ રામદેવપીર મંદિર પાસેના પરશુરામ પોટરીના ક્વાર્ટરમાં રહેતી પુષ્પાબેન જગજીવન ભાઈ જાદવ ઉ.વ.35એ તે જ વિસ્તારમાં રહેતા રસિક ઉફે રસીદભાઈ રહીમભાઈ સમાં,રસિકભાઈના પત્ની ફરહાનાબેન, રસિકભાઈના માતા, તેમજ ભાઈ સીરાજભાઈ અને તેમના પત્ની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપીઓએ અગાઉ સાહેદ સાથે થયેલા મનદુઃખનો ખાર રાખી ગતતા 1 ના રોજ ફરિયાદી પરણીતાને ઢીકાપાટુનો માર માર્યો હતો.એટલું જ નહીં આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કરી હતી.બી.ડીવીજન પોલીસે આ બનાવની ફરિયાદના આધારે તમામ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news