મોરબી : મોરબીની પંચાસર ચોકડીએ બાઇક પર રૂ. ૩૬૦૦ની કિંમતની વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે એ ડીવીઝન પોલીસે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની પંચાસર ચોકડીએ એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બાઈકચાલક કમલેશ ઉર્ફે બાબુ કાનજીભાઈ પરમાર ઉ.વ. ૩૫ રહે. રણછોડ નગરવાળાની તલાશી લેતા વિમલ પાન મસાલાના થેલામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ કિંમત રૂ. ૩૬૦૦ મળી આવી હતી. જેથી એ ડિવિઝન પોલીસે તેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.