ફાયર બીગ્રેડે ઘટનાસ્થળે દોડી જઈને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી મોરબી : મોરબીના અદેપર ગામે આવેલી પેપર મિલમાં આજે બપોરે અચાનક ભીષણ આગ લાગી હતી.આ બનાવની જાણ થતાં ફાયર બીગેડ વિભાગ ઘટનાસ્થળે દોડી જઈને મહામહનેતે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગના બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના અદેપર ગામે આવેલી ગોપાલ ક્રિષ્ના પેપર મિલમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને પલકવારમાજ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આ પેપર મિલ આગની લપેટમાં આવી ગઈ હતી.આ પેપર મિલમાં ભીષણ આગ લાગયાની જાણ થતા મોરબી ફાયર બીગ્રેડ વિભાગના વિનયભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવાવા માટે આગ પર સતત પાણીનો મારો ચલાવતા મોટાભાગની આગ કાબુમાં આવી ગઈ હોવાનું જાણવા મળે છે હજુ પણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.જોકે સદભાગ્યે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news