મોરબી : ખાનપાનની ખોટી પદ્ધતિને કારણે ઘણા રોગો થાય છે. મોટે ભાગે આપણે સારી રીતે રાંધેલો ખોરાક આરોગીએ છીએ. પણ નેચરોપેથીમાં દરેક શાકભાજી કાચા તેમજ તેના પ્રાકૃતિક સ્વરૂપે જ આરોગવાનું કહેવામાં આવે છે. રાંધવાથી શાકભાજીમાં રહેલા ઘણા પૌષ્ટિક તત્વો નાશ પામે છે તેવું ઘણા જાણકારો કહે છે. કાચું તે સાચું અને રંધાયું તે ગંધાયું જેવા સૂત્ર દ્વારા બી.વી.ચૌહાણ એક નવી ભોજન પ્રથા દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરે છે. ટોકન દરે આયોજિત આ શિબિરમાં કાચા શાકભાજી કઈ રીતે આરોગવા જોઈએ તેમજ કઈ કઈ બીમારીને આવતી અટકાવવામાં અને આવી ગયેલી બીમારીને દૂર કરવામાં કાચા શાકભાજી મદદરૂપ થાય છે તે અંગે આરોગ્ય શિબિર દ્વારા જાણકારી આપનાર છે. તારીખ 7 એપ્રિલને રવિવારે સવારે 8:30 થી 1:30 વાગ્યા સુધી મોઢ વણિક મહાજનની વાડી, ગાંધી ચોંક, કલકત્તા હાર્ડવેર વાળી શેરી, મોરબીમાં આયોજિત થનારી આ આરોગ્ય શિબિરમાં નામ નોંધાવવાની છેલ્લી તારીખ 5/4/19ને શુક્રવાર છે. આરોગ્ય શિબિરમાં નામ નોંધાવવા માટે દિનેશભાઇ લોદરિયા મો.નં 9913847174, મહેશભાઈ હળવદીયા મો.નં. 9426712498, શૈલેષભાઇ જેઠલોજા મો.નં. 9825293640 અને હરેશભાઇ ભીમાણી મો.નં 9426712498 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news