મોરબી : મોરબીના બરવાળા ગામે આવેલા વણાંક પર ડમ્પર ચાલકે માસુમ બાળાને હફફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના પીપળી ગામે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની બુચાભાઈ સુરસિંગભાઈ ગુઢીયાની 3 વર્ષીય માસુમ પુત્રી મૂનીને ગતતા 1 ના રોજ મોરબી તાલુકાના બરવાળા ગામના રેલવે સ્ટેશનના વણાંક પર પુરપાટ ઝડપે આવતા જીજે 12 વી 5727 નંબરના ડમ્પર ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર ઈજા થવાથી આ માસુમ બાળાનું મોત નીપજ્યું હતું.મૃતક બાળાના પિતાએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news