મોરબી : મોરબી નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે સગા ભાઈઓના મોત નિપજયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી નજીક આવેલ નર્મદા કેનાલમાં આજે બે સગાભાઈઓ રાહુલ દિનાસેનભાઈ પરમાર (ઉ.વ.૯) અને દિપક દિનાસેનભાઈ પરમાર (ઉ.વ.૫) રહે. પર્થ સીરામીક, ઉચી માંડલ ગામવાળાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બન્ને સગાભાઈઓનું અકાળે અવસાન થતાં પરિવાર પર આભ તૂટયા જેવી સ્થિતિ ઉદભવી છે. આ હતભાગી પરિવાર મૂળ ખેડાના રાણપુર તાલુકાના કુંદનપુરનો રહેવાસી છે. જે અહીં મજૂરી અર્થે સ્થાયી થયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ પોલીસે બન્ને ભાઈઓના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news