મોરબી : મોરબીમાં હાલ પિતાના ધરે રહેતી પરણીતાને તેના પતિ સહિતના સસરિયાઓએ શારિરીક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નંદનવન સોસાયટીમાં હાલ પિતાના ઘરે રહેતી હર્ષાબેન રમેશભાઈ બાબરએ રાજકોટ રહેતા પતિ સહિતના સાસરિયા હાર્દિકભાઈ ધીરુભાઈ રાઠોડ,મનોજભાઈ બટુકભાઈ મિયાત્રા અને હીરાબેન મનોજભાઈ મિયાત્રા સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે,તેમને પતિ તથા સાસુ સસરાએ વારંવાર ઘરકામ જેવી નાનીનાની બાબતે શારીરિક માનસિક ત્રાસ આપીને પરણીતાને તેના પુત્ર સાથે પહેરે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી.બાદમાં આરોપી મોરબી પિતાના ઘરે રહેતી પરણીતાના ઘરે આવી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બાબતે તેણીએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news