મોરબી : મોરબીના રબારીવાસમાં દાઝી જવાના કારણે વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જો કે રાજકોટ પહોંચે તે પહેલાં જ વૃદ્ધાએ દમ તોડ્યો હતો. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા રામીબેન આણંદાભાઈ ભુંભરીયા નામના વૃદ્ધા કોઈ કારણસર દાઝી જતા સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે વધુ સારવાર માટે તેઓને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ પહોંચે તે પૂર્વે જ લજાઈ નજીલ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.