લોકસભાની ચૂંટણીની આચાર સહિતનાને કારણે પાલિકાની સતાપક્ષને મર્યાદાઓ નડતી હોવાથી ચીફ ઓફિસર લોકપ્રશ્નો ઉકેલ તેવી માંગ કરી મોરબી : મોરબી પાલિકા તંત્ર છેલ્લા કેટલાક સમયથી લોકપ્રશ્નો ઉકેલવામાં સદંતર નિષફળ ગયું હોય તેમ વારંવાર પાલિકા કચેરીમાં પાણી કે ગંદકીના પ્રશ્ને લોકો મોરચા માડી રહ્યા છે.ત્યારે ધારાસભ્ય મેરજાએ પાલિકા તંત્રને શહેરના પાણી અને ગંદકીના પ્રશ્નને અગ્રતા આપી તમામ લોકપ્રશ્નનો સુયોગ્ય નિકાલ લાવે તેવી ટકોર કરી છે. મોરબીના ધારાસભ્ય બીજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે હમણાંથી લોકોની વિવિધ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે.જેના કારણે લોકો વારંવાર પાલિકા કચેરીમાં મોરચા માંડે છે.શહેરમાં હાલ પાણી અને ગંદકીની સમસ્યાએ માજા મૂકી છે.તંત્રની નિષ્ક્રિયતા એટલી હદે વધી ગઈ છે.કે જે તે વિસ્તારના પાણી કે ગંદકીના પ્રશ્ને લોકોએ મોરચો માંડ્યા બાદ પણ પાલિકા તંત્ર એ સમસ્યાઓનું યોગ્ય રીતે નિરાકરણ લાવવાનો બદલે લોલીપોપ સમાન ઠાલા વચન અપવામાંથી ઊંચું આવતું નથી.જેના કારણે લોકોની સમસ્યાઓ જેમની તેમ જ રહે છે. પ્રજાની આ સમસ્યાઓ અંગે તેમણે વખતોવખત પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆતો કરી હતી.પરંતુ હમણાં લોકસભાની ચૂંટણીના કારણે આચારસહિત અમલી હોવાથી પાલિકાના શાસક પક્ષને મર્યાદાઓ નડતી હોવાથી ચીફ ઓફિસર અને પાલિકા તંત્ર લોકોની સમસ્યા ઉકેલવા માટે સક્રિયતા દાખવે તેવી તેમણે ટકોર કરી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,મોરબીમાં આગામી સમયમાં પાણી પ્રશ્ન ગંભીર બને તો નમર્દાનું પાણી આપવા તેમણે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.જોકે છેલ્લા કેટલાક સમયથી સફાઈના અભાવે ઠેરઠેર ઉકરડાના ગંજ, ઉભરાતી ભૂગર્ભ ગટર , પીવાના પાણીની સમસ્યાઓ વકરી રહી છે.તેથી તેમણે શહેરીજનોની આ પ્રાથમિક સુવિધાના તમામ પ્રશ્નો પ્રત્યે સમગ્ર પાલિકા તંત્ર પુરુતું લક્ષ આપે તેવી માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news