મોરબી : તાજેતરમાં સુરત ખાતે ગ્લેમ બ્લીઝ એવોર્ડ 2019 યોજાયો હતો. જેમાં શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે આવેલા ખ્યાતનામ મેગા બ્યુટી ઝોનના કાજલબેન રાજાને બ્રાઇડલ મેકઅપ કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ફિલ્મી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એવોર્ડ પ્રદાન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબીમાં પાછલા 7 વરસોથી દુલ્હનના મેકઅપ માટે કાજલબેન ખ્યાતિ મેળવી ચુક્યા છે. લગ્ન માટે ત્યાર થવા માટે યુવતીઓ મેગા બ્યુટી ઝોન પર પસંદગી ઉતારે છે. બ્રાઇડલ મેકઅપ કોમ્પીટેશનમાં શિલ્પા શેટ્ટીના હસ્તે એવોર્ડ મેળવીને કાજલ રાજાએ મોરબીનું ગૌરવ વધાર્યું છે.