લોકો આત્માના સુખ માટે નહીં પણ ભૌતિક સુખ પાછળ દોડે છે : કથાકાર મગ્નીરામ બાપુ હળવદ : હળવદની પાવનકારી ધરતી પર સંતો - મહંતોની પધરામણી તેમજ ધાર્મિક આયોજનો થકી હળવદનું વાતાવરણ ભકિતભાવપૂર્વક બની રહે છે ત્યારે તાલુકાના ઘનશ્યામપુર ગામે રામદેવ ચરિત્ર કથા - માનસ રામદેવ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહી કથાનું ભકિતભાવપૂર્વક રસપાન કરી રહ્યા છે. આ રામદેવ કથાનું આવતીકાલે ૩૧/૩ના રોજ ભવ્ય લોકડાયરો તેમજ ૩/૪ના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ર૮/૩થી ૩/૪ સુધી રામદેવ ચરિત્ર કથા માનસ રામદેવ કથાનો પ્રારંભ થયો છે. જેના વકતાશ્રી વડવાળા મંદિર નેસરીયાના કોઠારી મગ્નીરામ બાપુ બિરાજી કથાનું સંગીતમય શૈલીમાં રીસપાન કરાવી રહ્યા છે. આ કથા પ્રસંગમાં જણાવ્યું હતું કે, લોકો સુખ માટે શું કરે છે? ભૌતિક સુખ પાછળ માનવ ઘેલો થયો છે. શરીરના અંગો આંખ, કાનની દ્દષ્ટી સારી નથી, આત્માનું સુખ જાણતા તેમ તે માટે સંત - સાધુ ગુરૂની જરૂર છે. લોકોને સાચા રસ્તે લઈ જઈ સંત આત્માને જગાડે છે. તેમજ બારબીજનો અર્થ સમજાવ્યો હતો. હળવદના ઘનશ્યામપુર ખાતે યોજાઈ રહેલી શ્રી રામદેવ ચરિત્ર કથામાં ગામના સરપંચ તેમજ ગામ સમસ્ત દ્વારા આ કથાનું આયોજન કરાયું છે. તેમજ આ કથામાં ૩૧/૩ના રોજ ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં જાણીતા ભજનીક જયમંત દવે, લોક સાહિત્યકાર દેવાયત ખાવડ તથા હાસ્યકાર હકાભા ગઢવી ઉપસ્થિત રહી લોકોને મંત્રમુગ્ધ કરશે અને તા.૧/રના રોજ રામદેવપીરનું વ્યાખ્યાન યોજાશે.