ફાર્માસીસ્ટોને રોગ વિશે પ્રેઝનટેશન દ્વારા માહિતી આપવામાં આવી મોરબી : મોરબી જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા કોમ્યુનિટી ફાર્માસીસ્ટ માટે એક ખાસ વોર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષયને સંબંધિત મળતી તમામ સુવિધાઓ તથા યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વોર્કશોપમાં કુલ 50 જેટલા ફાર્માસીસ્ટ હાજર રહ્યા હતા, જેમાં ક્ષયના દર્દીને મળતી તમામ સુવિધા વિશે જાણ કરવામાં આવી હતી, જેમકે સરકારી દવાખાનામાં સારવાર લેતા તમામ દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવે છે. ખાનગી દવાખાનામાં સારવાર લેતા દર્દીને સરકારની નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત 6 માસની સારવાર પૂર્ણ કરે ત્યાં સુધી દર મહિને રૂપિયા 500ની સહાય આપવામાં આવે છે, આ સહાય મેળવવા માટે ખાનગી દવાખાનામાં સારવાર લેતા દર્દી અથવા તેમના પરિવારના કોઈ સભ્યની બેંક એકાઉન્ટની માહિતી જિલ્લાના ક્ષય કેન્દ્રમાં પહોચાડવાની હોય છે. [gallery ids='50814,50815,50816']