મોરબી : મોરબી સિવીલ હોસ્પિટલ રીનોવેશન કરવામાં આવનાર છે. જેના માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજૂઆતના પગલે સરકાર દ્વારા રૂ. ૧.૬૪ કરોડ મંજુર પણ કરી આપવામાં આવ્યા છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજૂઆતના પગલે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલની રીનોવેશનની કામગીરી માટે રૂ. ૧.૬૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં રીપેરીંગ, નવા આઇસીયુ, એચ.ડી.યુ અને એસ.એન.સી.યુ બ્લોકનું બાંધકામ કરવામાં આવનાર છે. આ કામ તાત્કાલિક ધોરણે હાથ ધરી દર્દીઓને વધુ ધનિષ્ઠ સેવા મળી રહેશે તેમ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ જણાવ્યું છે.